Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..
View All

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા કોલેજમાં સ્વચ્છતા શ્રમદાન

01-10-2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા  કોલેજમાં સ્વચ્છતા શ્રમદાન

નવસારી નગરીમાં વર્ષોથી શિક્ષણ અને સંસ્કારની સુગંધ પ્રસરાવનાર પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એસ. બી. ગાર્ડા કૉલેજમાં તાજેતરમાં એક પ્રેરણાદાયી સામાજિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્ય સ્મૃતિને વંદન કરવાના ભાગરૂપે તા. ૦૧/૧૦/૨૦૨૬ ના રોજ કૉલેજ પરિવાર દ્વારા 'સ્વચ્છતા શ્રમદાન' કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. ગુજરાત સરકારના 'સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ સફાઈ અભિયાનનું આયોજન કૉલેજના આદરણીય ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબના સક્ષમ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં કૉલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉત્સાહી સ્વયંસેવકો, પ્રોગ્રામ ઓફિસરો તેમજ સમગ્ર સ્ટાફના સભ્યોએ જોડાઈને પોતાની સામાજિક ફરજ અદા કરી હતી. આ સ્વચ્છતા શ્રમદાન અંતર્ગત કૉલેજના આંતરિક પરિસર તેમજ પાર્કિંગ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. સ્વયંસેવકો અને સ્ટાફના સભ્યોએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી કૉલેજ પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તથા કૉલેજ પરિવારના સભ્યોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવા સાથે ‘સ્વચ્છતા એ સૌની જવાબદારી છે’ તેવા સેવા અને સામાજિક જવાબદારીના સંદેશને સાકાર કરવાનો હતો. આ પ્રસંગે કૉલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલ તથા રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઑફિસરોએ ઉપસ્થિત રહી સ્વયંસેવકો અને સ્ટાફને પ્રેરણા તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, સેવા અને શ્રમદાનની ભાવનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ પ્રકારના સેવાકીય કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ તથા રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે સેવા કરવાની ભાવના વધુ મજબૂત બને છે.