Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર...

Read More..

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા કોલેજમાં સ્વચ્...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..
View All

એસ.બી. ગાર્ડા કોલેજમાં વિલ્હેમ વુન્ટના યોગદાનને ઉજાગર કરતો વિશેષ કાર્યક્રમ

19-08-2026

એસ.બી. ગાર્ડા કોલેજમાં વિલ્હેમ વુન્ટના યોગદાનને ઉજાગર કરતો વિશેષ કાર્યક્રમ

નવસારીની શૈક્ષણિક પરંપરામાં આગવું સ્થાન ધરાવતી એસ. બી. ગાર્ડા કોલેજ હંમેશાં જ્ઞાન, સંશોધન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતી રહી છે. આ જ શૈક્ષણિક પરંપરાને આગળ ધપાવતાં કોલેજના મનોવિજ્ઞાન વિભાગ તથા I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે તા. ૧૯/૦૮/૨૦૨૬ નાં રોજ આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુન્ટના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિલ્હેમ વુન્ટના જીવન, સંઘર્ષ, શૈક્ષણિક સફર અને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાનથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવાનો તેમજ મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક અને પ્રાયોગિક દૃષ્ટિકોણથી સમજવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત કુ. મીરા ચૌહાણ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીમતી રેખાબેન પટેલે ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કરી વિલ્હેમ વુન્ટના મનોવિજ્ઞાન ક્ષેત્રે રહેલા મહત્ત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક અભિગમને સમજાવતાં વિદ્યાર્થીઓને વુન્ટના જીવનમાંથી જિજ્ઞાસા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નિરીક્ષણશક્તિ, સંશોધનવૃત્તિ અને સતત શીખવાની ભાવના અપનાવવા પ્રેરિત કર્યા હતા. તેમજ મનોવિજ્ઞાનના અભ્યાસને માનવજીવન અને સમાજને સમજવાના સશક્ત માધ્યમ તરીકે સ્વીકારવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડૉ. સમીરા ખલીફા દ્વારા “આધુનિક મનોવિજ્ઞાનના પિતા” વિલ્હેમ વુન્ટના જીવનચરિત્ર પર આધારિત રસપ્રદ અને માહિતીસભર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિલ્હેમ વુન્ટના જીવન અને કાર્ય સાથે સંકળાયેલી શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતમાં મનોવિજ્ઞાનના વિકાસના ઇતિહાસને ઉજાગર કરતાં ગુજરાતની પ્રથમ મનોવિજ્ઞાન પ્રયોગશાળા એસ.બી. ગાર્ડા કોલેજ ખાતે સ્થાપવામાં આવી હતી તે બાબત પણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કુ. દિવ્યાની ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ. અશ્વિન શર્મા દ્વારા સમગ્ર કાર્યક્રમનું મહત્વ સમજાવવામાં આવ્યું અને અંતે આભારવિધિ કરવામાં આવી હતી. મનોવિજ્ઞાનના ઇતિહાસ, તેના વૈજ્ઞાનિક વિકાસ અને વિલ્હેમ વુન્ટના અમૂલ્ય યોગદાનને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો હતો.