Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર...

Read More..

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા કોલેજમાં સ્વચ્...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..
View All

એસ.બી. ગાર્ડા કોલેજમાં ‘વેસ્ટ ટુ વન્ડર’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

06-08-2026

એસ.બી. ગાર્ડા કોલેજમાં ‘વેસ્ટ ટુ વન્ડર’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિક્ષણ અને પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી શૈક્ષણિક સંસ્થા એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે તારીખ ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કોલેજના સોરાબજી ઇકો ક્લબ અને આઇ.ક્યુ.એ. સેલના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ અનુસંધાને “Waste to Wonder Competition: Creating a Sustainable Future through Creativity” હેઠળ એક સુંદર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતિ લાવવા સાથે તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કુ. રિંકુ ભંડેરી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી.  કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર દ્વારા પોતાના ઉદ્દબોધનમાં ટકાઉ ભવિષ્ય માટે રિસાયકલિંગ અને કળાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. સ્પર્ધાના તટસ્થ મૂલ્યાંકન માટે આમંત્રિત કરાયેલા નિર્ણાયકશ્રીઓનો સવિસ્તાર પરિચય ડૉ. દિલશાદ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના હસ્તે ઉપસ્થિત નિર્ણાયકશ્રી ડૉ. અશ્વિનકુમાર શર્મા અને શ્રી નિપુલ મિસ્ત્રીનું મની પ્લાન્ટ આપીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશ પટેલ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ વેસ્ટ વસ્તુઓમાંથી અદ્દભૂત અને ઉપયોગી કૃતિઓને કલાત્મક બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. નિર્ણાયકશ્રીઓ અને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા ઉમેદવારોના પરિણામોની ઘોષણા કરવામાં આવી જેમાં પ્રથમ ક્રમે ખુશ્બુ મિસ્ત્રી અને નિકી પંચાલ (બી.એ. સેમ. ૧), દ્રિતીય ક્રમે લાલો ભરવાડ અને ક્રિષા કાનાની (બી.એ. સેમ. ૫) તેમજ તૃતીય ક્રમે એકતા જાદવ અને કોમલ પાંડે (બી.એ. સેમ. ૩) વિજેતા રહ્યા હતા. તમામ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સારોબજી ઇકો ક્લબના અધ્યક્ષા ડૉ. રાધા ગૌતમ દ્વારા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું મની પ્લાન્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. જિતલ રાઠોડ દ્વારા કોલેજ પરિવાર, સોરાબજી ઇકો ક્લબની ટીમ અને ઉત્સાહી વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. દિલશાદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આ સરાહનીય પ્રયાસને વિદ્યાર્થીઓ તરફથી ભારે આવકાર મળ્યો હતો.